Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાષ્ટ્રીય લેવલના તહેવારો થકી ટુરીઝમ ઉદ્યોગમાં નવા પ્રાણ ફુકાયા, 2023માં ટુરીઝમ ઉદ્યોગ 5000 કરોડનું જાદુઈ આંક ક્રોસ કરશે: TAFI

છેલ્લા બે વર્ષની અંદર કોરોનાને કારણે ટુરિઝમ સેક્ટરને મોટી અસર થઈ હતી. અંદાજે 5000 કરોડના નુકસાન હેઠળ ટુરીઝમ ક્ષેત્ર આવી ગયું હતું. જોકે 2022માં ટુરિઝમ સમગ્ર વિશ્વ લેવલે ખુલી ગયું છે. અને નવા રાષ્ટ્રીય લેવલના કાર્યક્રમો થકી ટુરીઝમ ક્ષેત્રને નવો વેગ મળ્યો છે.નવા રાષ્ટ્રીય લેવલના કાર્યક્રમોને કારણે ટુરિઝમ ઉદ્યોગમાં નવા પ્રાણ ફૂંકાયા છે: ટાફી  ચેરમેન કોરોના કાળમાં રાષ્ટ્રીય અને આંતરà
રાષ્ટ્રીય લેવલના તહેવારો થકી ટુરીઝમ ઉદ્યોગમાં નવા પ્રાણ ફુકાયા  2023માં ટુરીઝમ ઉદ્યોગ 5000 કરોડનું જાદુઈ આંક ક્રોસ કરશે  tafi
છેલ્લા બે વર્ષની અંદર કોરોનાને કારણે ટુરિઝમ સેક્ટરને મોટી અસર થઈ હતી. અંદાજે 5000 કરોડના નુકસાન હેઠળ ટુરીઝમ ક્ષેત્ર આવી ગયું હતું. જોકે 2022માં ટુરિઝમ સમગ્ર વિશ્વ લેવલે ખુલી ગયું છે. અને નવા રાષ્ટ્રીય લેવલના કાર્યક્રમો થકી ટુરીઝમ ક્ષેત્રને નવો વેગ મળ્યો છે.
નવા રાષ્ટ્રીય લેવલના કાર્યક્રમોને કારણે ટુરિઝમ ઉદ્યોગમાં નવા પ્રાણ ફૂંકાયા છે: ટાફી  ચેરમેન 
કોરોના કાળમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે ટુરિઝમ ઉદ્યોગ સાવ મરી પરવારો હતો ટુરીઝમ ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક વેપારીઓને મોટું નુકસાન થયું હતું. ટાફી ચેરમેન મનીષ શર્માના મતે બે વર્ષમાં આ ઉદ્યોગ એ 5000 કરોડનું મોટું નુકસાન ભોગવ્યું છે. ત્યારે કોરોના કાળ બાદ વર્ષ 2022માં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ફરીથી નવા રાષ્ટ્રીય લેવલના કાર્યક્રમોને કારણે ટુરિઝમ ઉદ્યોગમાં નવા પ્રાણ ફૂંકાયા છે.
ટુરિઝમ સેક્ટરમાં નવા પ્રાણ ફૂંકાયા છે : મનીષ શર્મા 
ટ્રાવેલ્સ એસોસીએશન ફેડરેશન ઓફ ઇન્ડિયાના  ચેરમેન મનીષ શર્મા જણાવે છે કે ગુજરાતની વાત કરીએ તો ડિફેન્સ એક્સપોથી લઈને શતાબ્દી મહોત્સવ  જેવા મોટા કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે. ત્યારે ટુરિઝમ સેક્ટરમાં નવા પ્રાણ ફૂંકાયા છે. વેપારીઓને લાભ જોવા મળી રહ્યો છે. દેશ વિદેશથી મોટી સંખ્યામાં  ટુરિસ્ટ આવી રહ્યા છે.ત્યારે અહીંની ઇકોનોમિ પર મોટી હકારાત્મક અસર જોવા મળી રહી છે. હોટલ, ટ્રાન્સપોર્ટ, રેસ્ટોરેન્ટ ઇન્ડસ્ટ્રીઝ, હેન્ડીક્રાફ્ટ, શોપિંગ ઇન્ડસ્ટ્રીઝ હોય કોઈપણ ઉત્સવ કે કોર્પોરેટ ઇવેન્ટ જ્યારે થતી હોય ત્યારે મોટો બેનિફિટ લોકલ ટુરીઝમ ને મળતો હોય છે. તેના કારણે રોજગાર પણ મોટી સંખ્યામાં લોકોને મળતો હોય છે ફક્ત ગુજરાતની અંદર 1200 કરોડની ટુરીઝમની ઇન્ડસ્ટ્રીઝ છે.
બાપાએ લોકો માટે ઘણું કર્યું છે અને બાપાના મહોત્સવ ચાલી રહ્યો છે :નીરૂબેન પટેલ
લન્ડન થી પ્રમુખસ્વામી મહોત્સવ માં આવનાર નીરૂબેન પટેલ જણાવે છે કે બાપાએ લોકો માટે ઘણું કર્યું છે અને બાપાના મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે હું છેક મારા ફેમિલી સાથે અહીં આવી છું. તો મુંબઈના દીપિકાબેન ભાવસાર જણાવે છે કે હું પણ સ્વામિનારાયણ નગરમાં બાપાની જન્મ જયંતીની ઉજવણીમાં સામેલ થવા ફેમિલી સાથે આવી છું તો આ રીતે દેશ અને વિદેશમાંથી અનેક ભક્તો ઉત્સવમાં સામેલ થવા અચૂક આવી રહ્યા છે. પરિણામે ટુરિઝમ ઉદ્યોગને મોટો વેગ મળ્યો છે.
ટાફીના ચેરમેન મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે કોરોના કાળમાં છેલ્લા બે વર્ષમાં 5,000 કરોડનું નુકસાન થયું હતું જે ભૂતકાળ થઈ ગયું છે. છેલ્લા દોઢ વર્ષથી ફરીથી ટુરીઝમ ઉદ્યોગ બેઠો  થયો છે. ત્યારે વર્ષ 2023 માં ટુરીઝમ ઉદ્યોગ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય લેવલના કાર્યક્રમો ને લીધે 5000 કરોડનો જાદુઈ આંકડો ક્રોસ કરશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.